Monday, December 23, 2024
HomeGujaratવાંકાનેરના રાતાવીરડા નજીક બંધ ટ્રકના છાયે બેઠેલ વૃદ્ધાને કચડી નાખતા મોત નીપજ્યું

વાંકાનેરના રાતાવીરડા નજીક બંધ ટ્રકના છાયે બેઠેલ વૃદ્ધાને કચડી નાખતા મોત નીપજ્યું

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે પાર્ક કરેલ ટ્રકના છાયે બેઠેલ વૃદ્ધાને ટ્રક ચાલકે કચડી નાખતા તેણીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર રાતાવીરડા ગામ તરફ પાર્ક કરેલ રજી.નં.જીજે-૩૬-ટી-૫૮૮૭ ના વહીલ પાસે પપીબેન ઉર્ફે ગંગાબેન સમજુનાથ રાઠોડ (ઉ.વ.૭૦ રહે.મકનસર મદારીવાસ તા.જી.મોરબી) છાંયે બેઠા હતા આ દરમ્યાન ટ્રક ચાલકે આગળ જોયા વગર ટ્રક ચલાવતા વૃદ્ધા અડફેટે આવી ગયા હતા જે અકસ્માતમાં ટ્રકના આગળની વ્હીલ નીચે ચગદાઈ જતા પપીબેન ઉર્ફે ગંગાબેનને ગંભીર ઇજા થઇ હતી. જે જીવલેણ નિવડતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈને મૃતકના પુત્ર ધીરૂનાથ સમજુનાથ રાઠોડે પોલીસમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!