ગુજરાત કેડરમાં ખાલી પડેલી આઈપીએસની ૨૫ જગ્યાઓ માટે થોડા સમય પહેલા નોમિનેશન કરવામાં આવ્યું હતું જેમાં UPSC દ્વારા ગત ૨૦ એપ્રિલના રોજ પોલિસ અધિકારીઓની પસંદગી નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં ગુજરાતના કુલ ૨૫ અધિકારીઓ ની આઈપીએસ તરીકે પસંદગી કરવામાં આવી છે અને ઇતિહાસ માં સૌપ્રથમ વખત એકસાથે ૨૦ જેટલા ગુજરાતી અધિકારીઓની અને ગુજરાતમાં ફરજ બજાવતા અન્ય ૦૫ અધિકારીઓની પસંદગી થવા પામી છે જેમાંના એક અમરેલી જિલ્લાના નાના એવા ગામ ક્રાંકચ ના વતની અને હમણાં જ થોડો સમય પહેલા સુરેન્દ્રનગર એસપી તરીકે નિયુક્ત થયેલ પોલીસ અધિકારી હરેશ.એમ.દુધાત ની પણ પસંદગી કરવામાં આવી છે.તેઓ જમીન થી જોડાયેલા અને ઈમાનદાર તથા સેવાપ્રેમી અધિકારી તરીકે ની એક અનોખી છાપ ધરાવે છે.કોરોના કાળમાં એચ.એમ.દુધાત જ્યારે કરાઈ પોલીસ એકેડમી માં ડેપ્યુટી ડાઈરેક્ટર હતા ત્યારે એક સમયે કોરોનાના દર્દીઓને બચાવવા પ્લાઝમા ડોનેશન ની સખત જરૂરીયાત ઉભી થઇ હતી ત્યારે તેઓએ કોરોના ના દર્દીઓ માટે સંજીવની એવા ૨૪ કલાક હેલ્પલાઇન નમ્બર જાહેર કરીને જરૂરીયાત મંદ દર્દીઓ ને પ્લાઝમા ડોનેટ કરવા માટે ખડેપગે રહ્યા હતા અને અનેક દર્દીઓ ના આશીર્વાદ મેળવ્યા હતા સેવાકીય કાર્યોની સાથે તેઓ સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે.
જ્યારે તેઓની આઈપીએસ તરીકે પસંદગી થતા તેમના પરિવાર અને તેમના વતન ક્રાંકચ માં પણ ખુશી નો માહોલ છવાયો હતો.