મોરબી તાલુકાના જોધપર (નદી) ગામેં આવેલ કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ખાતે સમહુલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. ૦૩-૦૫ ને મંગળવારને અખાત્રીજ ના પાવન દિવસે માળીયા- મોરબી તાલુકા ઉમિયા પરિવાર, સમૂહલગ્ન સમિતિ મોરબી દ્વારા ચોવીસમો સમહુલગ્નોત્સવ ઉજવાશે. આ મંગલ પ્રસંગે ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત,જાન આગમન, સામૈયું, હસ્ત મેળાપ, આશીર્વચન, ભોજન સમારોહ અને વાજતે ગાજતે કન્યા વિદાય સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં પધારવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.