મોરબી જિલ્લામાંથી બાઈક ચોરીનો સીલસીલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે.જેમાં મોરબી શાકમાર્કેટની બહાર પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના કુબેરનાથ મેઈન રોડ પર આવેલ મોચી શેરીમા રહેતા ભીખાલાલ લક્ષ્મણભાઈ ખેર (ઉ.વ.૬૭) એ શાકમાર્કેટની બહાર પોતાનું ટી.વી.એસ મોટર કંપનીનુ XL-100 હેવી ડ્યુટી મોપેડ મો.સા રજી નં.જીજે-૩૬-એન-૪૬૧૮પાર્ક કર્યું હતું જેને નિશાન બનાવી અજાણ્યો ઈસમ ચોરી કરી હંકારી ગયો હતો.આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.