નારી સુરક્ષાને લઇને રાજ્યના ખૂણે ખૂણે ચિંતા પ્રવર્તી રહી છે તેવા સંજોગો વચ્ચે મોરબી જિલ્લામાં બ્રહ્મ સમાજની યુવતીઓ, સ્ત્રીઓને સશક્ત બનાવવા આત્મરક્ષણની પ્રાથમિક તાલીમ આપવા અંગે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન કરાય છે જેમાં સ્વ રક્ષણના પાઠ ભણવા માંગતી બ્રાહ્મણ સમાજની સ્ત્રીઓએ હેતલબેન વ્યાસ -૯૪૨૮૨૮૦૩૯૭, અલકાબેન દવે ૮૯૦૫૮૭૭૧૯૦, ઝંખનાબેન દવે ૯૯૦૯૦૦૯૦૨૫ અને કૃપાનીબેન ભટ્ટ – ૯૯૭૮૩૦૦૦૮૦ ના મોબાઇલ નંબર ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે.