Friday, January 17, 2025
HomeGujaratમોરબી જિલ્લાના માર્ગો પર યમનો પડાવ: અકસ્મારના ત્રણ બનાવોમાં ત્રણના મોત

મોરબી જિલ્લાના માર્ગો પર યમનો પડાવ: અકસ્મારના ત્રણ બનાવોમાં ત્રણના મોત

મોરબી જિલ્લાના માર્ગો પર જાણે યમ નો પડાવ હોય તેમ છાશવારે અકસ્માતના અનેક કિસ્સાઓમા મોતના બનાવો સામે આવે છે.જેમાં ગઈકાલે અકસ્માત અંગેના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તી કાળનો કોળીયો બની ગઇ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેર- મોરબી નેશનલ હાઈવે પર આવેલ અમરસિંહજી હાઈસ્કુલ સામે મચ્છુ નદીના પુલ પર બાઈક ફૂટપાથ પર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં નાથાભાઇ રાણાભાઇ ગેડીયા (ઉ.વ.૭૨ રહે.વાંકાનેર આંબેડકરનગર શેરી નં.૦૪) બજાજ એઈટી બાઈક રજી નં-જીજે-૦૩-ઈઈ-૨૬૧૩ લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક ફુટપાથ પર ચડી ગઈ હતી જેથી અકસ્માતે ફંગોળાઈ જતા વૃદ્ધને માથામા ગંભીર ઈજા થઈ હતી.આ ઉપરાંત શરીરે નાની મોટી ઇજા થતાં તેનું મોત નિપજતું હતું જે મામલે મૃતકના પુત્ર ગૈાતમભાઇ નાથાભાઇ ગેડીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આકસ્માતની વધુ એક ગોઝારી ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર માળીયા મિયાણાના પીપળીયા ચાર રસ્તા થી મોટા દહિસરા જવાના રસ્તે આવેલ નાના દહિસરાના પાટીયા પાસે છકડો રીક્ષા નં. જીજે ૩૬ યુ ૬૫૨૪ ના ચાલકે આડેધડ બાઈક ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સામેથી આવતા બાઈક ચાલક ભરતભાઈ નાનુભાઈ વાઘેલા (ઉ.વ-૩૩ રહે-બગસરા તા માળીયા મિયાણા)ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ભરતભાઈ જમીન પર પટકાતા તેઓને માથાના અને પગના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી.જે ઇજા જીવલેણ નિવડતા તેનું મોત નીપજ્યું હતું અકસ્માત બાદ રીક્ષા ચાલક નાશી છુટતા પોલીસને આ અંગે જાણ કરાઈ હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે.

અકસ્માત અંગે માળીયા મિયાણાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર કંડલા-મોરબી હાઇવે રોડ ઉપર આવેલ હોનેસ્ટ હોટલની સામે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ટ્રક નં. RJ-10-GA-7338 ચાલક આરોપીએ આડેધડ ટ્રક ચલાવી ગણેશભાઈ મહાદેવભાઈ ચાવડા (ઉ.વ.૩૨ હરીપર તા-માળીયા(મી) જી.મોરબીના રીક્ષા રજી નં GJ–36–U-5956 ને પાછળથી ઠોકર મારતા ગણેશભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી. વધુમાં રીક્ષામા બેસેલ પેસેંજર સાહેદ ભાનુબેનને ડાબા હાથમા તથા જશીબેનને જમણા પગમા ફેકચર જેવી ઇજા કરી તેમજ નવઘણભાઇ માત્રાભાઇ લાબરીયા (ઉ.વ.૧૫ રહે.નાગડાવાસ તા.જી. મોરબી)ને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈને ગણેશભાઈએ માળીયા(મીં) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!