બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુંરામના જન્મોત્સવની ઉજવણી અંગે મોરબી પરશુરામ યુવા ગ્રુપ જબરદસ્ત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પરશુરામ જન્મોત્સવ નિમિતે આગામી તા. ૦૨/૦૫ને સોમવારના રોજ રાત્રે મોરબીના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે દાંડિયા રાસ યોજાશે. વધુમાં આગામી તા. ૦૩/૦૫ ના રોજ સાંજે ચાર વાગ્યે ગાયત્રી મંદિર વાઘપરા થી પરશુરામધામ મંદિર સુધી શોભા યાત્રા યોજાશે. તેમજ સાંજે ૭:૩૦ પરશુરામ ધામમાં મહાઆરતી યોજાશે અને સાંજે ૮ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન આવસરે પધારવા પરશુરામ યુવા ગ્રૂપ મોરબીના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ સહિતનાઓ દ્વારા આહવાન કરાયુ છે.