Monday, December 30, 2024
HomeGujaratરાજકોટના એનડીપીએસ તથા પ્રોહીબીશનના ગુનાનો ફરાર આરોપી ટંકારામાંથી પકડાયો

રાજકોટના એનડીપીએસ તથા પ્રોહીબીશનના ગુનાનો ફરાર આરોપી ટંકારામાંથી પકડાયો

રાજકોટ શહેરના એન.ડી.પી.એસ. તથા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલાં અને છેલ્લા સાતેક માસથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ અને મોરબી એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ શિવકૃપા હોટલ ખાતેથી આરોપી રમજાનભાઇ રહીમભાઇ શેખફકીર (ઉ.વ.૨૩ રહે.રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ, આવાસ યોજનાના કવાર્ટરમાં બ્લોક નં -૦૨ રૂમ નં -૧૪૦)ને શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી આ દરમિયાન આરોપીને હસ્તગત કરી મોબાઇલ પોકેટકોપ એપથી તપાસ હાથ ધરતા ઝડપાયેલ ઈસમની રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ મથકમાં પ્રોહી અને રાજકોટ તાલુકા પોલીસ મથકના એન.ડી.પી.એસ. એકટના ગુન્હામાં સંડોવણી ખુલવા પામી હતી જેથી સાતેક માસથી ફરાર આ આરોપીને પોલીસે પકડી લઈ રાજકોટ શહેર માલવીયાનગર તથા રાજકોટ તાલુકા પોલીસને જાણ કરી આરોપીને ટંકારા પોલીસ મથકે સોપી આપેલ હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!