મોરબી પંથકમાં અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. દેરાળા ગામના યુવકને ઝેરી જીવ જંતુ કરડી જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય બનાવમાં મોરબીની યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે.શહેરના મકનસર હેડ ક્વાર્ટરના ખૂણા પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહ કબજે કરી ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.
વાંકાનેર તાલુકાના દેરાળા ગામમાં રહેતા મનજી પોલાભાઈ ધરજિયા નામનાં યુવકને રાત્રીના સમયે ઝેરી જીવ જંતુ કરડી જતાં તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલતી હતી. સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવકનું મોત નીપજ્યું હતું. અપમૃત્યુના અન્ય બનાવમાં મોરબીના લક્ષ્મીનગરની યુવતી અમીનાબેન રમેશભાઈ ભખોડિયા ઉ.વ. 34 નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. શહેરના મકનસર હેડ ક્વાર્ટરના ખૂણા પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.