મોરબી પોલીસ જુગારના દૂષણને નાથવા સતત પ્રયત્ન કરી રહી છે. ત્યારે વધુ એક વખત મોરબીના શનાળા રોડ પર આવેલ ભક્તિનગર વિસ્તારમાં ઘરમાં ચાલતા જુગારધામ પર સીટી એ ડિવીઝન પોલીસે દરોડો પાડીને ૨ લાખ ઉપરાંતની રોકડ સાથે ત્રણ ઈસમોને પકડી પડ્યા હતા જ્યારે ચાર મહિલા નાશી છૂટવામાં સફળ રહી હતી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસને મળેલી બાતમીના આધારે મોરબીના શનાળા રોડ પાસે આવેલ ભક્તિનગરના વિસ્તારમાં રહેણાંક મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન ચેતન પુજારા, મોન્ટુ ઉર્ફે મયુર દિનેશ શેઠ, શૈલેષ મનસુખ ઠકકર, મેરૂબેન કુરબાન સુરાણી, ચાંદની ચેતન પુજારા, વીણા જયંતીલાલ પટેલ અને મીતલબેન યોગેશ ગોપાણીને રંગે હાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસે રેડ દરમિયાન તમામ શખ્સોના કબજામાંથી રૂપિયા ૨,૪૫,૧૦૦ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી જ્યારે ચારેય મહિલા નાશી છૂટી હતી. ત્યારે સમગ્ર મામલે મોરબી સીટી-એ ડિવિઝનના પોલીસ હેડ કોસ્ટેબલ કે.જી.પારઘીએ જુગાર રમતી મહિલાઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર અંગેની પોલીસની અન્ય એક રેઇડમાં હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે વેગળવાવ ગામના શંકરના મંદિર પાછળ તળાવની પાળ પાસે થી ત્રણ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે દરોડો પાડી ગૌતમ પ્રેમજી પટેલ, નિકુજ જીવરાજ પટેલ, ભાવેશ શંકર સંઘાણીને જુગાર રમતા રાગે હાથ ઝડપી રૂપિયા ૪૫૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો જુ.ધા. કલમ ૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી.
આ ઉપરાંત મોરબી સીટી બી ડીવીઝન પોલીસે જુગાર અંગેની બાતમીને પગલે ત્રાજપર નજીકની ઓરીએન્ટલ બેંક વાળી શેરીમાં દરોડો પડ્યો હતો. જેમાં જુગાર રમતા દિપકભાઇ ગોવિદભાઇ કુંવરીયા અને મહેશભાઇ લાભભાઇ વરાણીયા સહિતનાઓને રોકડા રૂ.૮૯૦ સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા નટુભાઇ વેરશીભાઇ સનુરા અને અશોકભાઇ મગનભાઇ સનુરાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા જે પતાપ્રેમીઓના કબજામાંથી પોલીસે રૂ.૧૬૭૦નો મુદામાલ કબ્જે કરી જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બાયપાસ નજીકથી ક્રિકેટ પર સટ્ટો લેતો એક પકડાયો
વધુમાં મોરબી બાયપાસ રોડ પર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક મોબાઈલ ફોન મારફતે તાજેતરમાં ચાલતી ૨૦-૨૦ PBKS & LSG વચ્ચેની કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ નું લાઈવ પ્રસારણ નિહાળી રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા બિલાલ ગુલામહુસેન ઠાસરીયાને પોલીસે ઝડપી લીધો હતો જેની તલાશી લેતા આરોપીના કબ્જામાંથી એક ઓપો કંપનીનો મોબાઇલ તથા રૂ.૧૪૦૦ની રોકડ સહિત કુલ કી.રૂ.૬૪૦૦ ના મુદામાલ મળી આવ્યો હતો. આ ઇસમની ઊંડી પૂછપરછ દરમિયાન અન્ય એક ઈસમ અજયભાઇ ખોજાનું નામ ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.