Monday, December 23, 2024
HomeGujaratમોરબી સીરામીક ઉદ્યોગની એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ:ગુજરાત ગેસ કંપની...

મોરબી સીરામીક ઉદ્યોગની એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ:ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસમાં ભાવ વધારો

મોરબી સીરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં રૂ.૦૫ નો વધારો કરીને વધુ એક ઝટકો આપ્યો છે. જેના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગને દૈનિક અઢી કરોડનો બોજ વધશે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત ગેસ કંપનીએ સીરામીક ઉદ્યોગ માટે ગેસ વપરાશની મર્યાદા તો દૂર કરી પરંતુ સામે ૧ લી મે એટલે ગઈકાલથી અંદાજે ૯ ટકા જેટલો ભાવ વધારો કર્યો છે. હાલ સીરામીક ઉધોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સીરામીક ઉદ્યોગને ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી પેહલા કે પ્રતિ ક્યુબીક મીટરનો ટેક્સ સહિત ૬૧.૪૮ રૂપિયા જેવો ભાવ હતો જે હવે વધીને હવે ૬૬.૭૮ આસપાસ થઈ જશે.હાલમાં સીરામીક ઉદ્યોગમાં રોજનો અંદાજીત ૪૬ લાખ ક્યુબીક મીટર ગેસ વાપરી રહ્યો છે અને આ ભાવ વધારો થતાં હવે મોરબી સીરામીક ઉધોગને રોજ ૨.૫૦ કરોડનો આર્થિક બોજો વધશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!