Wednesday, December 25, 2024
HomeGujaratAhmedabadગુજરાતમાંથી ગેરકાયદેસર હથિયારો વેચનારા અને ખરીદનારા ૨૪ શખ્સોને ઉપાડી લેતી ગુજરાત એટીએસ

ગુજરાતમાંથી ગેરકાયદેસર હથિયારો વેચનારા અને ખરીદનારા ૨૪ શખ્સોને ઉપાડી લેતી ગુજરાત એટીએસ

ગુજરાતમાં ATS દ્વારા વધુ એક મોટું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડ્યુ છે. આ અગાઉ પણ એટીએસ દ્વારા સૌરાષ્ટ્ર માંથી ગેરકાયદેસર હથિયારો સાથે અનેક લોકો ની ધરપકડ કરી હતી.ત્યારે વધુ ગુજરાત એટીએસ દ્વારા ગેરકાયદેસર હથિયાર નો વેપલો ચલાવનાર અને ખરીદનારાઓને ઝડપી પાડી વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે.

- Advertisement -
- Advertisement -

કઈ રીતે પકડાયા ગેરકાયદેસર હથીયારો વેચનારા આરોપીઓ

જેમાં વધુ વિગત મુજબ ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી કે બે આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરત ભાઈ બોરીચા(રહે.છત્રી વાળો ચોક,સુંદામડા,તા સાયલા જી સુરેન્દ્રનગર)અને તેનો સાગરીત ચાંપરાજ માત્રભાઈ ખાચર (રહે.મફતિયા પરા ,ઝાલાવાડ પોટ્રી સામે ,થાન, જી.સુરેન્દ્રનગર) વાળા ગેરકાયદેસર હથિયારો સાથે પગપાળા અમદાવાદ ગીતા મંદિર થી અસ્ટોડિયા ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા છે જેથી એટીએસ એસપી સુનિલ જોશી ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય એ એટીએસ પીએસઆઈ આર.બી.રાણા અને પીએસઆઇ કે.એમ ભૂવા સહિત એટીએસની ટિમને રવાના કરી હતી અને વોચ પર હતા તે દરમિયાન ઉપરોક્ત આરોપીઓ અસ્ટોડિયા ત્રણ રસ્તા પહોચતા જ આરોપીઓને ઝડપી પાડી તેમની તલાશી લેવામા આવી હતી જેમાં ચાર ગેરકાયદેસર દેશી પીસ્ટલ મળી આવી હતી.અને આ બન્ને આરોપીઓ અગાઉ પણ હથિયારો સહિતના અનેક ગુનાઓમાં ઝડપાયેલા છે તથા બન્ને આરોપીઓ પૈકી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ હાલમાં હત્યાની કોશિશ ના ગુનામાં જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલ પણ હતો.

પ્રાથમીક પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી માહિતી

જેની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવતા બન્ને એ અત્યાર સુધીમાં 100 જેટલા હથિયારો ગુજરાતભર માં અલગ અલગ માણસો ને અલગ અલગ શેરોમાં વેચેલ છે.એવી કબૂલાત આપી હતી અને આ ઝડપાયેલા ચાર હથિયારો પણ તે મધ્યપ્રદેશ ના કુક્ષી જિલ્લાના બાગ ગામે થી ખરીદી લાવેલ હતા અને અગાઉ વેચેલ હથિયારો પણ મધ્ય પ્રદેશમાંથી જ લાવી ને વેચેલ છે જેથી એટીએસ દ્વારા આ બન્ને આરોપીઓ પાસેથી અગાઉ કોને કોને હથિયારો ખરીદેલ છે તેની તપાસ આદરી છે જેમાં હાલમાં અન્ય 22 જેટલા શખ્સોની અલગ અલગ શહેરો માંથી ધરપકડ કરી હતી અને તેઓની પાસથી 50 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને અગાઉ ચાર હથિયાર મળીને કુલ 54 હથિયારો સાથે 24 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

અલગ અલગ શહેરોમાંથી હથિયારો સાથે આરોપીઓને એટીએસ દ્વારા એકસાથે ઉઠાવી લેવાયા

ઝડપાયેલા આરોપીઓમાં  ભગીરથ ફુલભાઇ ધાંધલ( ઉ.વ.૨૩ રહે. ગામ-તુંરખા, તા.જી. બોટાદ)
,સત્યજીત અનકભાઇ મોડા (ઉ.વ.૨૩ રહે ગામ-તુરખા, તા.જી. બોટાદ) ,અલ્પેશ માનસીંગભાઇ ડાડોળીયા (ઉ.વ.૨૫ રહે.ગામ-હડમતળા, તા. રાણપુર,જી.બોટાદ),ઉદયરાજ માત્રેશભાઇ માાંજરીયા (ઉ.વ.૨૯ રહે,ગગજીની ઝુંપડી, તુરખારોડ, રામનગર સોસા.બોટાદ.), ડીલીપભાઇ દડુભાઇ ભાાંભળા (ઉ.વ.૩૦ રહે. શક્તિપરા, તુરખારોડ, રામનગર સોસા. બોટાદ.),કિરીટભાઇ વલકુભાઇ બરીચા( ઉ.વ.૨૬ રહે.એસ.ટી. ડેપો પાસે,પાળીયાદ રોડ, બોટાદ.),અજીતભાઇ ભપતભાઇ પટગીર (ઉ.વ.૩૨ રહ,ગાયત્રી નગર, લાટી પાછળ, બોટાદ),મકુેશભાઇ રામજીભાઇ કેરાલીયા( ઉ.વ.૩૦ રહે ગઢસીરવાનીયા, તા.સાયલા, જી.સરુેન્દ્રનગર), ભાવેશભાઇ દીનેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫ રહે. ગામ-વાસ્કુપુરા, ચોટીલા, સુરેન્દ્રનગર),પ્રદિપભાઇ રણૂભાઇ વાળા( ઉ.વ.૨૬ રહે ઢેઢુકી, સાયલા, જી.સુરેન્દ્રનગર),પ્રતાપભાઇ ભુપતભાઇ ભાાંભળા (ઉ.વ.૩૦ રહે ભાણેજડા, તા.ચડુા, જી.સરુેન્દ્રનગર),વીનોદભાઇ નટુભાઇ વ્યાસ (ઉ.વ.૩૩ રહે જોરાવર નગર, હનમુાન ચોક, સરુેન્દ્રનગર),કીશોરભાઇ બાવકુભાઇ ધાંધલ( ઉ.વ.૨૭ રહે દહીસરા, તા.જસદણ, જી.રાજકોટ),મહીપાલભાઇ ભગભાઇ બોરીચા ઉ.વ. રહે જસદણ, ધમતલીયા રોડ,તા.જસદણ,જી.રાજકોટ)રવીરાજભાઇ બાબભાઇ ખાચર( ઉ.વ.૨૭ રહે ગુંદા, તા. રાણપુર જી.બોટાદ),રવીભાઇ માત્રાભાઇ ખાચર ઉ.વ. રહે નાગલપુર રામજી મદીર પાસે, તા.જી. બોટાદ), શક્તિભાઇ જેઠસુર ભાઇ બસીયા (ઉ.વ. રહે નાગલપુર, રામજી માંદીર પાસે, તા.જી. બોટાદ),નાગજીભાઇ જેસીંગભાઇ સાાંકળીયા (ઉ.વ.૪૦ રહે ગામ-તરગરા, તા.જી. બોટાદ), રમેશભાઇ રસીકભાઇ ગોહીલ (ઉ.વ.૩૧ રહે રાધાકૃષ્ણ-૩, મહારાજની દુકાન પાસે, બોટાદ),સુરેશભાઇ દેવકુભાઇ ખાચર (ઉ.વ.૨૬ રહે ગામ-ચાંદરવા, તા-રાણપુર, જી.બોટાદ.),ચીરાગભાઇ મૂકેશભાઇ જાદવ (ઉ.વ.૩૦ રહે. આંબેડકર નગર-૧, સાયલા તા.સાયલા,જી.સુરેન્દ્રનગર), ગુંજન પ્રકાશભાઇ ધામેલ (ઉ.વ. ૨૩ રહે. હોડીધાર વીસ્તાર,સાયલા, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર)  વાળાઓને ઝડપી પાડ્યા હતા.અને એટીએસ દ્વારા તાપસ હજી ચાલુ છે જેથી આગામી સમયમાં આ આરોપીઓનું લિસ્ટ અને ગેરકાયદેસર હથિયારો નો આંકડો ઊંચો જવાની શક્યતા છે.

નોંધનીય છે કે પકડાયેલ આરોપીઓમાં મોટાભાગના શખ્સો સૌરાષ્ટ્રના હોવાનું સામે આવી રહ્યું છે. આટલા મોટા પ્રમાણમાં હથિયારો ગુજરાત માં ઘુસાડવામાં આવ્યા છે અને હજુ પણ કેટલા લોકોને ગેરકાયદેસર હથિયારો વેચેલ છે તેવા અનેક રહસ્યો પરથી એટીએસ ની પૂછપરછ બાદ જ પડદો ઉચકાશે.જોકે હાલમાં ગુજરાત એટીએસ દ્વારા કાબિલે દાદ કામગીરી કરવમ આવી છે અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમય માં ગુજરાત એટીએસ દ્વારા હજારો કરોડોનું ડ્રગ્સ પણ ઝડપી લેવામાં આવ્યું છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!