ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો બેફામ દારૂની હેરફેર કરી રહ્યા છે. આ દૂષણને નાથવા પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે માળીયા મીયાણા પોલીસે ફરી એક વાર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી રાજકોટના શખ્સ સામે કાર્યવાહી કરી છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સામજીભાઇ ઉઘરેજા અને જીગ્નેશભાઇ લાંબાને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ટોયોટા કોરોલાકાર જેના રજી.નં- GJ – 10 – AC – 0701 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે. તેવી ચોક્કસ હકિકત બાતમી મળતા માળીયા મીયાણા પોલીસે નેશનલ હાઇવે રોડ પર હોનેસ્ટ ચેક પાસે હોચ ગોઢવી હતી. ત્યારે હોનેસ્ટ હોટલ નજીકથી જીજે – 10 – એસી -0701 નબરની ટોયોટા કોરોલા ગાડી અટકાવી તપાસ કરતા કાર ચાલક પૃથ્વીરાજ ગુણવંત બગીયા રહે.કોઠારીયા મેઇન શેડ રણુજા મંદીર આગળ સુમંગલ પાર્ક, રાજકોટ વાળાના કબ્જામાંથી શેયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ- 84 કિંમત રૂપિયા 42000, ઓલ સીજન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ -180 કિંમત રૂ .67,500 મળી આવતા આરોપી પૃથ્વીરાજનો ઓપો કંપનીનો 15 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કં.રૂ .10,000 તેમજ ટોયોટા કોરોલા કાર કિંમત રૂપિયા ૩ લાખ સહીત કુલ 4,19,500 નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.