મોરબી જિલ્લાના અણીયારી ટોલનાકા પાસે શનિવારના બપોરના સમયે આઇસર ગાડીમાં અચાનક આગ ભભુકી હતી. આઇસર ગાડીમાં આગ થોડીવાર માટે દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. પરંતુ આગ લાગવાના કારણે આઇસર ગાડીની કેબીન બળીને ખાખ થઈ ગઈ હતી. ટોલનાકા પાસે આગ લાગતા ટોલનાકાના કર્મચારીઓ અને આજુબાજુમાં રહેલા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે આગની ઘટનામાં કોઇ જાનહાની થાય ન હતી.
આગ લાગવાની ઘટના મામલે આઇસર ગાડીના માલિકે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા ગાડીનો અકસ્માત થયો હતો. જેના કારણે તેઓએ આ ગાડીને વીમા કંપનીમાં રીપેર કરવા માટે આપી હતી. ત્યાંથી તેઓ ગઈ કાલે સાંજે તેના ઘરે લઇ આવ્યા હતા. અને આજે બપોરે તેઓ શો રૂમે તેમનું સ્પેર વ્હીલ લેવા માટે અને ગાડીનું હોરેન બંધ હોવાથી તેવો શોરૂમે જઈ રહ્યા હતા. તે સમયે દેવળીયા થી નીકળ્યા હતા. અને અણીયાળી ટોલનાકે પહોંચતા અચાનક જ ગાડીમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.