ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી મોરબીના દાંતના ડોક્ટર ડો. મિલન ઉઘરેજાને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામા સૌપ્રથમ વખત ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસનો એવોર્ડ M.D.S ડોક્ટરને મળ્યો છે. મોરબીના M.D.S ડો. મિલન ઉઘરેજા છેલ્લા 8 વર્ષથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમજ ડો. મિલન ઉઘરેજા ઈન્ડિયન આર્મી, બીએસએફ સહિતના જવાનોને નિઃશુલ્ક સારવાર આપે છે. અને અનેક સેવાકીય કેમ્પસ, વિધવા માતાની દીકરીઓના સમૂહ લગ્ન અને બ્લડ ડોનેશન કેમ્પ સહિતનું આયોજન કરે છે. ડો. મિલન ઉઘરેજાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગુજરાત રાજ્ય તરફથી સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠ ડેન્ટલ પ્રેક્ટિસ બદલ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે.