Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાંથી સાડા પાંચ કિલો ગાંજા સાથે એક ઝડપાયો:એકનું નામ ખુલ્યું

મોરબીમાંથી સાડા પાંચ કિલો ગાંજા સાથે એક ઝડપાયો:એકનું નામ ખુલ્યું

મોરબી સહિત ગુજરાતભરમાં ગાંજા ડ્રગ્સ સહિતના નશાકારક દ્રવ્યોના વેચાણ નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગુજરાત એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા નશાકારક દ્રવ્યો વેંચતા ઈસમો ને ઝડપી લેવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેને અનુલક્ષીને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે .

- Advertisement -
- Advertisement -

વધુ માહિતી મુજબ મોરબી એસઓજી ટિમ ને બાતમી મળી હતી કે મોરબી શહેરના લાયન્સ નગરમાં રહેતો ઇકબાલ ફતેમહમદ મોવર (ઉ ૪૫ રહે .લાયન્સ નગર મોરબી-૨ ,મુ.રહે. અંજીયાસર તા માળીયા.મી.) નામનો શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદેસર ગાંજા નું વેચાણ કરે છે જેથી મોરબી એસઓજી ટિમ દ્વારા તુરંત બાતમી વાળા સરનામાં ઔર દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ઉપરોકત ઇસમ ને ૫ કિલો ૪૩૦ ગ્રામ ગાંજા કી. રૂ.૫૪,૩૦૦ ,એક મોબાઈલ કી. રૂ.૫૦૦૦,રોકડ રકમ રૂ.૧૨,૫૦૦ ,ડિજિટલ વજન કાંટો કી. રૂ.૫૦૦ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂ ૭૨,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો વધુમાં આ શખ્સની પ્રાથમિક પૂછપરછ માં આ ગાંજો મોકલનાર સુરતના ગુલાબભાઈ (રહે.કતારગામ ,તા.જી.સુરત)નું નામ ખુલ્યુ હતું જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બન્ને શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી) અને ૨૦(બી) હેઠળ ગુનો નોંધી આ ગાંજો મોકલનાર સુરતના શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!