મેવાડનાં રાજપૂત રાજા મહારાણા પ્રતાપ એક વીર યોદ્ધા અને એક ઉત્તમ લડાઇના વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે . જેમણે મોગલોના વારંવારનાં હુમલાઓથી મેવાડ વિસ્તારનું રક્ષણ કર્યું હતું. મેવાડના શાસક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 નાં રોજ થયો હતો. જેથી 9 મેના રોજ સમગ્ર દેશમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીમાં પણ મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આજરોજ વીર પુરુષ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને જન્મ જયંતીની ઉજવણી કરી હતી. મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષા દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર તેમજ તેમને વધાવવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.