Wednesday, January 15, 2025
HomeGujaratહળવદની પતંજલિ નર્સિંગ સ્કુલ ખાતે બ્લિસ થીમ પર વેલકમ કાર્યક્રમ યોજાયો

હળવદની પતંજલિ નર્સિંગ સ્કુલ ખાતે બ્લિસ થીમ પર વેલકમ કાર્યક્રમ યોજાયો

આ તકે પ્રમુખ સ્થાનેથી આર્યાવર્ત નર્સિંગ કોલેજના આચાર્ય રમેશ કૈલા સરે ધાર્મિક બનવાની સાથે કાર્મિક ( કર્મવીર ) બનો તો તમને નોકરી મેળવવામાં કોઈ સમસ્યા નહી થાય તેવી ટકોર કરી હતી. દીપ પ્રાગટય બાદ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ની ડ્યુટ થીમ સાથે ઝાલા પૂજા ,હરિજન સવિતા, મેઘવાલ ભાવના,વૈશાલી,હર્શિદા સુરેલા,ખંડોરિયા આરતી,પરમાર નયના, હડિયલ નયના,રાઠોડ દક્ષા,નજના,પીપળીયા ઋતવિકા,રાઠોડ કોમલ દવે કૃણાલી, કુણપરા કીર્તિ,માધવી પંડિત ,અગ્રવાલ વિધિ, ડોળિયા હિના,જોલી ભૂમિકા,અવની, મહેશ્વરી આ પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીએ રેમ્પ વોક કરી પોતાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ચાણક્ય ટ્રસ્ટના પ્રમુખ ડાયાભાઈ ગરધરિયા, ટ્રસ્ટી દેવશીભાઈ સિણોજીયા, એમડી ડો.મહેશ પટેલ, આર્યાવર્ત કોલેજના એમડી પ્રસાદ ગોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તક્ષશિલા કોલેજ અને પતંજલિ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી ડો. અલ્પેશ સિણોજીયાએ જણાવ્યું હતું કે ડોક્ટર અને દર્દી વચ્ચે સેતુબંધ બનવાનું કાર્ય નર્સે કરવાનું હોય છે. સ્વાગત પ્રવચન નર્સિંગ કોલેજના પ્રોફેસર ભારતીબેન પરમારે કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!