Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના સાદુળકા ગામ નજીક પુરપાટ વેગે આવતા ટ્રકે મારી કારને ટક્કર

મોરબીના સાદુળકા ગામ નજીક પુરપાટ વેગે આવતા ટ્રકે મારી કારને ટક્કર

મોરબીના સાદુળકા ગામની સિમમાં ટ્રક ચાલકે કારને અડફેટે લઈ અકસ્માત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટના મીલપરા પંચાયતનગર ચોક પાસે રહેતા નરેશભાઈ નારણભાઈ ચારોલા પોતાની કાર લઈ સાદુળકા ગામની સીમમાં જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી આવીને કારને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે રાજકોટના રહેવાસી નરેશભાઈ નારણભાઈ ચરોલાએ ફરિયાદ નોંધાવી હતી કે પોતે કાર લઇ સાદુળકા ગામની સીમમાં જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રઈલર રજી નં-GJ-12-BV-3071 ના ચાલક સંજયકુમર સુરેશકુમાર યાદવે પુરપાટ વેગે આડેધડ ટ્રક ચલાવી કાર રજી નં- GJ-03-DN-5476 ને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માત સદનસીબે જાનહાની થઈ નથી.પરંતુ કારમાં ભાંગતુટ થયાનું સામે આવ્યું છે. જેને પગલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!