મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના રામપર ગામના ખેડૂતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અતિવૃષ્ટિમાં તૂટી ગયેલ ચેકડેમ રિપેર કરવા માંગ ઉઠાવી છે. જેમાં ટંકારા તાલુકાના નાના રામપર, નસિતપર, મહેન્દ્રપુર અને ઉમાયનગર ગામ ડેમી -2 જળાશયની નીચે આવતા હોવાથી આ તમામ ગામોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો ખસો એવો સંગ્રહ થઈ શકે છે. ત્યારે આ ગામોમાં નાના ચેક ડેમો રિપેર કરવામાં આવે તો ખેડૂતોને પોતાની ખેતીમાં સિંચાઇ માટે પાણી મળી રહે અને પોતાની આજીવિકા ચલાવી શકે.
વધુમાં નાના રામપર ગામના ખેડૂત યશવંતસિંહ જે ઝાલાએ ભૂપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું કે મોરબીના મહેન્દ્રાપુર ગામ હેઠળ એક મોટો ચેક બનાવમાં અવ્યો હતો. જેમાં થતાં પાણી સંગ્રહ ઉપયોગ તમામ ગામોના ખેડૂતો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.
આ ચેકડેમ વર્ષ 2017 માં થયેલ અતિવૃષ્ટિ દરમિયાન ડેમી – 2 દયાનંદ સાગર ડેમ માંથી પાણી છોડવામાં આવતા પાણીના તીવ્ર પ્રવાહને કારણે તૂટી ગયો હતો અને ભારે નુકસાન થયું હતું. જેથી આ ડેમમાં પાણીનો સંગ્રહ થતો બંધ થઈ ગયો છે. જેથી આશરે બે થી ત્રણ હજાર ખેડૂત પરિવારોની જમીન પિયતથી વંચિત રહે છે. ત્યારે આ ચેકડેમ રિપેર કરવા માટે ખેડુતો દ્વારા માંગ કરવામાં આવી છે.