Thursday, January 23, 2025
HomeGujaratરાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા આઇ.સી.યુ.ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુ

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા આઇ.સી.યુ.ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયુ

આજે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં મંત્રી બ્રિવજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં કબીરધામ જગ્યાના મહંત શીવરામદાસ બાપુ તેમજ અગ્રણી ડૉ. જયંતીભાઇ ભાડેસીયાએ એમ્બ્યુલન્સની ચાવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. દુધરેજીયાને અર્પણ કરી હતી તેમજ સફાઇ કર્મચારીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ૩૦ લાખ રૂપિયાના ખર્ચે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને આવવા જવા માટે તથા રીફર કરવા સમયે એમ્બ્યુલન્સની જરૂર પડે છે ત્યારે આ એમ્બ્યુલન્સ દર્દીઓને વધુ ઉપયોગી થશે.આ તકે કબીરધામના મહંતશ્રી શીવરામ બાપુ અને અગ્રણી જયંતીભાઇ ભાડેસીયા,હળવદ વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. દુધરેજીયા, તેમજ જયંતીભાઇ પડસુંબીયા, સુરેશભાઇ દેસાઇ, નગરપાલિકાના સદસ્યો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!