Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરના વઘાસિયા ગામે ખેતરના રસ્તા પર ગેરકાયદેસર ટોલ ટેક્ષ ઉઘરાવવા મામલે ડખ્ખો

વાંકાનેરના વઘાસિયા ગામે ખેતરના રસ્તા પર ગેરકાયદેસર ટોલ ટેક્ષ ઉઘરાવવા મામલે ડખ્ખો

વાંકાનેર ના વઘાસિયા પાસે ટોલનાકુ આવેલ છે જેની આજુબાજુમાં વઘાસિયા ગામ આવેલ છે અને ટોલનાકા બાજુમાં થી ટોલ બચાવવા એ જમીન પરથી ઘણા વાહન ચાલકો પસાર થતા હોય છે પરંતુ ત્યાં પણ સ્થાનિક દ્વારા ગેરકાયદેસર ટોલ ઉઘરાવવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

વધુ વિગત મુજબ જોઈએ તો ફરિયાદી દિલીપભાઇ કરશનભાઈ વાઢેરની વઘાસિયા માં આવેલ ખેતીની જમીનની બાજુમાં થી રસ્તો પસાર થતો હોય જે રસ્તા પરથી નીકળતા વાહનો પાસેથી ટોલ ટેક્ષ ઉઘરાવતા હોય જેનો રોષ રાખી આરોપીઓ રવી ઝાલા, ખેંગારસિંહ હઠેસિંહ ઝાલા, ભગતસિંહ ખેંગારસિંહ ઝાલા, હરપાલસિંહ i20 કાર વાળો, ભગીરથસિંહ રણજીતસિંહ ઝાલા ,પિન્ટુ જનકસિંહ ઝાલા, મહાવિરસિંહ ભરતસિંહ ઝાલા, મયુરસિંહ રણજીતસિંહ ઝાલા,મયુરસિંહ મહાવિરસિંહ ઝાલા,રવી જેને પાણીનો ફિલ્ટર પ્લાન છે તે,ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે.બધા વઘાસિયા તા.વાંકાનેર જી.મોરબી વાળાએ કાવતરું રચી ધર્મેન્દ્ર સિંહ બહાદુર સિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા ના ઈશારે ફરિયાદી તથા અન્ય વ્યક્તિ કરશનભાઈ પુના ભાઈ વાઢેરને ગાળો આપી ઢીકા પાટુ છુટા પથર મારી મૂઢ ઈજાઓ કરી હતી જ્યારે ૬ આરોપીઓ એ લોખંડ ના પાઇપ વડે બન્ને પગમાં અને ખંભા માં વસામાં ઇજા પહોચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી.

જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!