Monday, December 23, 2024
HomeGujaratમોરબીના નાની વાવડી ગમે યુવાન નો આપઘાત, હળવદના ડુંગરપુર જંગલમાં યુવાન ને...

મોરબીના નાની વાવડી ગમે યુવાન નો આપઘાત, હળવદના ડુંગરપુર જંગલમાં યુવાન ને ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી અને હળવદ પંથક માં બે યુવાનો એ આપઘાત કરી લઇ જીવન ટૂંકાવી નાખ્યું હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. આ અંગેની માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે કબીર પાર્ક સોસાયટીમાં રહેતો મયુર હસમુખભાઈ હરસોડા નામના લુહાર યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ એ એલ પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસે યુવાનના મોત અંગેના પ્રાથમિક કાગળો તૈયાર કરી લાશને સરકારી હોસ્પિટલ પીએમ રૂમ પર ખસેડી હતી. જ્યારે અન્ય એક બનાવમાં હળવદના સમલી ગામે રહેતો દિલીપ અરજણ મારવાણીયા નામનો યુવાન ગઇકાલે ડુંગરપુર ના જંગલમાં હતો ત્યારે કોઈ કારણોસર ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો તેના ભાઇ ઘનશ્યામભાઈ એ પોલીસને જાણ કરી હતી બનાવના પગલે હળવદ પોલીસના હેડ કોન્સ્ટેબલ એમ.એન બાલાસરા પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!