Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં પી.એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન હેઠળ ૩૮૫૧૯૫૦ની સહાય બાળકોને ચૂકવાઇ

મોરબીમાં પી.એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન હેઠળ ૩૮૫૧૯૫૦ની સહાય બાળકોને ચૂકવાઇ

પી.એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન એ કોરોનામાં નિરાધાર બનેલા બાળકો પ્રત્યે સમગ્ર રાષ્ટ્રની સંવેદનાનું પ્રતિબિંબ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. વિવિધ યોજનાઓના સંકલનથી આ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા સરકાર કટિબદ્ધ: કેન્દ્રિયમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા

- Advertisement -
- Advertisement -

કોરોનાના કપરા કાળમાં જે-તે સમયે માતા-પિતાની છત્રછાયા ગુમાવીને નિરાધાર બનેલા બાળકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન કાર્યકમનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચુઅલી લોન્ચિંગ કર્યુ હતું. આ પ્રસંગે મોરબી કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિયમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા તેમજ મંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોન્ચિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે બાળકોના જીવનમાં આવેલો એ બદલાવ મુશ્કેલ હતો તેમની મુશ્કેલી ઓછી કરવાનો આ એક પ્રયાસ છે. આ એક પ્રતિબિંબ છે જે દર્શાવે છે કે, સમગ્ર રાષ્ટ્ર સંવેદનશીલતાથી આ બાળકોની સાથે છે. આર્થિક, સામાજિક, સ્વાસ્થ્ય તેમજ શૈક્ષણિક એમ તમામ સહકારથી રાષ્ટ્ર આ બાળકોના સપનાઓની ઉડાનમાં સાથે ઉભુ છે તેમ જણાવી તેમને ઉજ્જવળ ભવિષ્યના શુભેચ્છા આશિર્વાદ આપ્યા હતા.

આ તકે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિકાસ કેન્દ્રિય મંત્રી તેમજ સુરેન્દ્રનગરના સાંસદ ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાએ મોરબી જિલ્લાના આ યોજનાના બાળકો સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે કોરોનાએ મુકેલી ગંભીર અસરોને ઓછી કરવાના આ પ્રયાસના પરિણામ પણ સારા દેખાઇ રહ્યા છે. ભાવિ ભારતના નાગરિકોની જાળવણી એ આપણા સૌની જવાબદારી છે. રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના સંકલનથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા સરકાર તેમજ જિલ્લા વહિવટી તંત્ર કટિબદ્ધ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતુ.

મોરબી જિલ્લામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા છ બાળકોને કેન્દ્ર સરકારની સ્પોંસરશીપ યોજના હેઠળ માસિક ૨૦૦૦ અને રાજય સરકારની મુંખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ માસિક ૪૦૦૦ નો લાભ મળી રહ્યો છે. અત્યાર સુધી આ છ બાળકોને કુલ રૂપિયા ૩૮૫૧૯૫૦ નો લાભ મળી ચુક્યો છે.

આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત( સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી વિપુલભાઇ શેરસીયા, અગ્રણી અરવિંદભાઇ વાંસદળીયા, રાજુભાઇ બદ્રકીયા, વિવિધ વિભાગના અધિકારી-કર્મચારી, લાભાર્થી બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!