બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે. મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક આગામી તા.૧૭/૦૬/૨૦૨૨ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.
આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓએ પોતેજ જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા ઈ.ચા.નિવાસી અધિક કલેકટર ડી.એ.ઝાલા દ્વારા જણાવાયું છે.