મોરબીના ત્રાજપર વિસ્તારમાં ઘર પાસેથી નીકળવા મુદ્દે અને અપશબ્દો બોલવા મુદ્દે બે પરિવારો વચ્ચે ધોકા, પાઇપ, છરી વડે મારામારી કરી એક દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના ત્રાજપર માં ગઈકાલે જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતો મનુભાઇ પાટડીયાના મોટાબાપુને વાલજી શામજી જંજવાડીયા કારણ વિના અપશબ્દો કહેતો હોય જેથી આરોપીને સારું લાગ્યું ન હતું અને બપોરે વાલજીભાઇ શામજીભાઇ જંજવાડીયા દિપક શામજીભાઇ જંજવાડીયા અજય ઉર્ફે બુધ્ધો શામજીભાઇ જીજવાડીયા, સંતોષ ઉર્ફે ટીટી શામજીભાઇ જંજવાડીયા , સંજય ઉર્ફે અમરો શામજીભાઇ જંજવાડીયા, ઉકાભાઇ જંજવાડીયા ,ધર્મેન્દ્ર જયંતીભાઇ જીજવાડિયા, જયંતીભાઇ બાબુભાઇ જીજવાડીયા અને બે અન્ય અજાણયા ઈસમો દ્વારા ફરિયાદી જીતુ પાટડીયા ના ઘર નજીક ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી, સાથે આવી છરીથી નાક પાસે અને હોઠ ઉપર તેમજ ધોકાથી ડાબા હાથના બાવડામા ઇજા કરી દુકાનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં બી ડીવીઝનન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
તો સામાપક્ષે વાલજીભાઇ ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયાએ આરોપી નારણભાઇ મોહનભાઇ પાટડીયા, ઉતમ નારણભાઇ પાટડીયા, સુનીલ નારણભાઇ પાટડીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતો મનુભાઇ, લાલજીભાઇ મોહનભાઇ પાટડીયા, રમેશભાઇ મગનભાઇ ટીડાણી,ગોરધનભાઇ મગનભાઇ ટીડાણી,ધર્મેન્દ્ર લાલજીભાઇ પાટડીયા,મનસુખભાઇ મોહનભાઇ ,હકાભાઇ ગોરધનભાઇ ટીડાણી, વિશાલ ચેલાભાઇ પાટડીયા રહે- બધા મોરબી ત્રાજપર વાળાઓ વિરુદ્ધ આરોપી નારણ પાટડીયાના ઘર પાસેથી નીકળતા હોય તેને સારું નહિ લાગતા બધાએ ભેગા થઈને ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી, જેવા હથીયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.
બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ બન્ને પક્ષે સામે સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.