વાંકાનેર મિલ પ્લોટ વિસ્તારમાં વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં મિલ પ્લોટમાં ડબલ ચાલી વિસ્તારમાં રહેતા કુમારભાઇ નવીનભાઇ ઉધરેજાના મિત્ર મનજીભાઈએ આરોપી કિષ્નાભાઇ શશીભાઇ પટેલના ભાઈ સામે જોયું હોય ક્રિષ્ના અને તેના પિતા શશીભાઇ પટેલે કુમારભાઈને બેટ અને ધોકા વડે હુમલો કરી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા વાંકાનેર શહેર પોલીસે બન્ને પિતા પુત્ર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લઈ તપાસ શરૂ કરી છે.