મોરબીમાં રવાપરમાં ચૂંટણી હારી ગયેલા ઉમેદવારના પતિને વિજેતા ઉમેદવારના પતિએ ધમકીઓ આપતા ઝેરી દવા પી લેતા પોલીસ ફરિયાદ નોંધાઇ.
મોરબીના રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ માંથી ભરતભાઇ રાણાભાઇ બસીયાના પત્ની નગરપાલિકાની ચૂંટણી લડયા હતા અને બાદમાં તેઓ હારી પણ ગયા હતા તેમ છતાં વિજેતા ઉમેદવારના પતિ ભીખાભાઇ આપભાઇ જારીયા રહે. રવાપર ધાયડી વિસ્તાર વાળા અવાર નવાર ભરતભાઇને બીભત્સ અપશબ્દો બોલી ત્રાસ આપતા જતા જેમાં ચારે દિવસ પૂર્વે અમારી સામે ચૂંટણી લડ્યો એટલે તને તો પતાવી દેવો છે કહી ધમકી આપતા ભરતભાઈ ડરી ગયા હતા અને ઝેરી દવા પી લેતા સારવાર માં ખસેડવામાં આવ્યા હતા જો કે ઘણા સમાજવવાના પ્રયાસો છતાં ફરીયાદી ભરતભાઇ ટસના મસ ન થયા હતાં જેમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ભરતભાઈની ફરિયાદને આધારે આરોપી ભીખાભાઇ આપભાઇ જારીયા વિરુદ્ધ આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે