Friday, January 10, 2025
HomeGujaratહળવદ પંથકમાં તસ્કર ટોળકીને ડામવા પોલીસ એક્શન મોડમાં : સરપંચ અને ગ્રામજનો...

હળવદ પંથકમાં તસ્કર ટોળકીને ડામવા પોલીસ એક્શન મોડમાં : સરપંચ અને ગ્રામજનો સાથે કરી બેઠક

હળવદ પંથકમાં છેલ્લા એક કેટલાક દિવસો થી તસ્કર ગેંગ સક્રીય થઈ છે અને ચોરી લૂંટ જેવા ગુનાઓને અંજામ આપી રહી છે જે ખાસ કરી પોલીસ ન પહોંચી શકે તેવા ગામ અને રસ્તાઓ પરના કારખાનાં મકાન અને વિસ્તારમાં ત્રાટકતી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે ત્યારે આ તસ્કર ગેંગને નાથવા પોલીસ ની સરપંચ આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં હળવદ ના નવ નિયુક્ત પીઆઇ એમ વી પટેલે પોલીસ અને હળવદ તાલુકાના તમામ ગામના સરપંચો વચ્ચે મીટીંગનુ આયોજન કર્યું હતું અને આવા કોઈ અજાણ્યા માણસો જોવા મળે તો તુરંત હળવદ પોલીસને અથવા કન્ટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરી છે આ માટે પીઆઇ એમ વી પટેલ દ્વારા પોલીસ,સરપંચો તેમજ ગ્રામજનો સાથે મળી ગામડામા બાજ નજર રાખવા તેમજ ચોરીના બનાવો અટકે એ મામલે પોલીસે લોકોને પોતાના ગામમાં એલર્ટ રહેવા અને પોલીસને જાણ કરવા અપીલ કરી હતી ગઈકાલે સાંજે ધોળા દિવસે શહેરના બે મકાનમાં તસ્કરો એ ચોરી કરી હતી તો બે દિવસ પહેલા પણ મોડી રાત્રિના 12 કંપનીમાં તસ્કરોએ ત્રાટકી અને એક વૃદ્ધાને લૂંટી લીધા હતા જ્યારે અન્ય કંપનીઓ માં ચોરી કરી હતી જેમાં વેપારીઓ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા જો કે પીઆઇ હાજર મળ્યા ન હતા જેના ઘેર પ્રત્યાઘાત પડ્યા હતા અને તાત્કાલિક પીઆઇ કે જે માથુકિયા ને બદલી તેની જગ્યાએ સિનિયર પીઆઇ એમ વી પટેલ ને મુક્યા હતા જો કે નવનિયુક્ત પીઆઇ એમ વી પટેલને સીધો જ તસ્કર ગેંગને નાથવાનો ટાર્ગેટ મળ્યો છે ત્યારે હાલ હળવદ પોલીસ એક્શન મોડમાં આવી વધુમાં વધુ નાઈટ પેટ્રોલિંગ કરવા કવાયત તેજ કરી છે.

- Advertisement -
- Advertisement -

આજે બપોરે ફરી ચિલઝડપની ઘટના બની.

તસ્કરો જાણે હળવદ ને નિશાન બનાવી લીધું હોય તેમ એક પછી એક ચોરું લૂંટ ચિલ ઝડપની ઘટનાને અંજામ આપી રહી છે ત્યાંરે આજે બપોરે હળવદ ના ઘનશ્યામ પુર રોડ પર આવેલ જીનલ મોલ નજીક ખરીદી કરીને બહાર નીકળી રહેલા મહિલાને તસ્કર સમડીએ નિશાન બનાવી હતી એકે મહિલાના હાથ માંથી તેનું પર્સ અને મોબાઈલ ચિલ્ઝડપ કરી તસ્કર સમડી હવામાં ઓગળી ગઈ હતી હાલ હળવદ પોલીસે આ બનાવમાં ઘટના સ્થળે જઈ આગળની સત્તાવાર કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!