માળીયા(મી.)ના જુના ઘાટીલા ગામે ખેતરમાં સિંચાઈના પાણી ખેંચવા માટે નર્મદા કેનાલ પર સિ રાખેલ ટોપલેન-૫એચપી ઓઇલ એંજીન -૧ કિ.રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરી સી.એન.જી. રિક્ષા નં-જીજે-૦૧-ટીએફ-૦૮૧૩ વાળી માં લઈ જતા ત્રણ શખ્સો અલારખ્ખા અબ્દુલભાઇ લધાણી (રહે.નવા અંજીયાસર તા-માળીયા મી.), તાહિદ રસુલ પારેડી( રહે.નવા અંજીયાસર તા-માળીયા મી.),રફીક સલીમભાઇ વીરા( રહે.નવા અંજીયાસર તા-માળીયા મી મુળ જુનાગઢ તારબંકા પોલીસ ચોકી પાસે)ને ઝડપી લીધા હતા. જેથી ખેડૂત રાજેશભાઇ મગનભાઇ ચારોલા( ઉ.વ-૪૮ ધંધો-ખેતી રહે-જુનાઘાંટીલા તા-માળીયા મી.) એ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.