મોરબીના ધુટુ રોડ પર ઉમા રેસીડેન્સીમાં રહેતા રાજેશભાઇ જોટાણીયા એ ફરિયાદ નોંધાવી છે કે તેમનો સાત વર્ષીય ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજા છેલ્લા ૧૦ દિવસથી પોતાને ત્યાં રોકાવા આવેલ હોય જેમાં ગઈકાલે સાંજે દાદા સાથે સોસાયટીના ગેટ પાસે આવેલ બાલાજી નામની દુકાને ગયો હતો બાદમાં દાદા પર્વ ને ત્યાંજ રાખીને પોતાનું ટિફિન લેવા ચાલ્યા ગયા હતા બાદમાં પર્વ ઘરે ન આવતા દુકાન તરફ શોધખોળ આદરી હતી ત્યારે પરિવારજનો ને જાણવા મળ્યું હતું ઘૂંટતું રોડ પર હરિઓમ પાર્ક પાસે આવેલ ગોલાની લારીયે GJ 36 D 7303 નમ્બરના બાઇકમાં બેસીને ગયા અને બન્ને ગોલા ખાતા હોય તેવા સીસીટીવી મળ્યા હતા જે બાદ પણ દુકાનદાર રાજેશ ચંદુભાઇ જગોદરાનો કે બાળક નો પણ કાઈ પતો ન મળતા દુકાનદારે બાળકનું અપહરણ કર્યાની બાળકના મામા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશને દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી મોરબી તાલુકા પોલીસ મોરબી એલસીબી સહિતની ટિમો દ્વારા બાળક અને દુકાનદારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
જેમાં દુકાનદાર રાજેશ જગોદરા ની જાણવા મળતી વિગત પ્રમાણે છેલ્લા ત્રણેક મહિનાથી સોસાયટીના ગેટ પાસે બાલાજી પાન નામથી દુકાન ચલાવતો હતો અને બાળક લાપતા થયો ત્યારથી દુકાન પણ બન્ધ કરીને દુકાનદાર નો પણ કોઈ અતો પતો નથી.