મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામના અને મહેન્દ્રનગર મામામાં ઘરે વેકેશન ની રજાઓ ગાળવા આવેલ ૧૦ વર્ષીય બાળક પર્વ ભાવેશભાઇ વિડજાનું આજે બપોરે ઘર નજીક પાનની દુકાન ચલાવતો રાજેશ જગોદરા પોતાના બાઇકમાં અપહરણ કરી નાસી ગયો હતો જેમાં ઘટનાની ગંભીરતા ને લઈને રેન્જ આઈજી સંદીપ સિંહ અને એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ,એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા,એલસીબી પીએસઆઇ એન બી ડાભી,પીએસઆઇ એન એચ ચુડાસમાં સહિત એલસીબી ના પોલીસ કર્મીઓ અને તાલુકા તેમજ તમામ જીલ્લાના એલસીબી ની ટિમો આ બાળક અને રાજેશ જગોદરાનો પતો મેળવવા જુદી જુદી ટીમો લાગી હતી એ ઉપરાંત મંત્રી બ્રિજેશ મેરજાએ પણ પોલીસને બાળક ને શોધવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.
આ અરસામાં પોલીસ માટે આ રાજેશ જગોદરા ને ટ્રેસ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર કચ્છ રાજકોટ ગ્રામ્ય અને જામનગર સહિતના આજુબાજુના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં મોરબી પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું જેમાં મોરબી પોલીસની ટીમોની અથાગ મહેનત બાદ આ બાળક અને આરોપી રાજેશ જગોદરા જામનગર થી બાજુ હોવાના સમાચાર પોલીસને મળતા તમામ ટિમો જામનગર તરફ તપાસ કરી હતી જેમાં અપહરણકાર રાજેશ જગોદરા અને બાળક પર્વ વિડજા સાથે હેમખેમ મળી આવ્યો હતો અને પોલીસે બાળક અને આરોપીને મોરબી ખાતે લાવવા રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે આ ગંભીર ઘટનામાં પોલીસને આરોપી બાળકને કોઈ નુકશાન પહોંચાડે નહિ તેનું ખાસ ધ્યાન રાખવાનું હતું કેમ કે વર્ષ 2015 માં પણ આ જ રીતે નિખિલ ધામેચાનું અપહરણ કરી જાણીતા વ્યક્તિ દ્વારા ત્રણ દિવસ બાદ કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી જે હાલ પણ વણ ઉકેલાયો ગુનો છે ત્યાંરે પોલીસ આ બનાવ માં બાળકને કોઈ નુકસાન પહોંચે તેવો ચાન્સ લેવા નહોતી માંગતી જેમાં મોરબી તાલુકા પોલીસની ટિમ અને એલસીબી નીંટીમ સફળ રહી હતી.હાલ બાળક અને આરોપીને મોરબી લાવવા પોલીસની ટિમો રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે અને થોડી જ કલાકમાં બાળકને પરિવાર જનો સાથે પોલીસ મિલન કરાવશે.