મોરબી જિલ્લામાં આજે બે અકસ્માતના બનાવો નોંધાયા છે જેમાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે એક ને ગંભીર ઈજાઓ પહોચી હતી.
જેમાં અકસ્માતના વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસે ભાગલ ની વાડીમાં રહેતા દેવજીભાઈ પરમાર રાજકોટ મોરબી હાઇવે પર પોતાની સીએનજી રીક્ષા જીજે-૩૬-યૂ-૬૨૧૮ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન મિતાના પાસે આવેલ દિવ્ય શક્તિ ધામ બહુચરાજીના મંદિર પાસે અચાનક રીક્ષા પરનો કાબૂ ગુમાવતા આગળ જતાં ટ્રેકટર જીજે-૦૩-એલજી-૬૯૯૦ સાથે અકસ્માત થતા દેવજીભાઈને ગંભીર ઈજાઓ પહોંચ્તા તેઓનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના પુત્ર દયારામ દેવજીભાઈ પરમારની ટંકારા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અકસ્માતના બીજા બનાવમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેત પ્રકાશભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.૩૨) એ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની માતા અમીતાબેન રમેશભાઈ વાઘેલા(ઉ.વ.૫૫) ને પોતાના સપલેન્ડર બાઇક નં. જીજે-૦૧-જીએસ-૭૩૦૯ માં પાછળ બેસાડી જઈ રહ્યાં હતાં તે દરમિયાન મોરબી માળીયા હાઇવે પર ટીંબડી ના પાટીયા પાસે ઓએસીસ કારખાના ની સામે રોડ પર આગળ જતાં ડમ્પર એ ઠોકર મારતા બાઇકમાં પાછળ બેસેલ ફરિયાદીના માતા જમીન પર ફસડાઈ પડ્યા હતા તે જ સમયે પાછળથી આવતા ડમ્પર માં વહીલમાં માતા અમીતાબેન નું માથું ચગદાઈ જતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને બાઇક ચાલક પ્રકાશભાઈ ને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી જેથી તાલુકા પોલીસ દ્વારા બન્ને અજાણ્યા ડમ્પર ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદના શરણેશ્વર તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત
હળવદમાં શરણેશ્વર મંદિરના નાકા પાસે રહેતા પરેશભાઈ જગદીશભાઈ રાઠોડ (ઉ.૫૦) નામના આધેડ ત્યાં નજીકમાં આવેલ શરણેશ્વર તળાવમાં કોઈ કારણોસર ડૂબી જતાં તેઓનું મોત નીપજ્યું હતું હળવદ પોલીસને આ બનાવની જાણ થતાં બનાવની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.