મોરબીમાં વિશિપરા પાસે આવેલ મદીના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ફતેમહમદભાઈ અલ્લારખાભાઈ ખોડ દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ છે કે વિશિપરા ના રણછોડનગર માં રહેતા તેમની દીકરી અને જમાઈ ઇમરાન વચ્ચે બાળકો બાબતે સામાન્ય બોલાચાલી થતા તેઓ દ્વારા જમાઈને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે દરમિયાન આરોપી જમાઈ ઇમરાન હનીફ જેડા ને સારું ન લાગતા આવેશમાં આવી જઈને પોતાની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી પર હુમલો કરી ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.