મોરબીમાં આવતીકાલે ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા સાંજે ૮:૦૦ વાગ્યાથી કાવ્ય કળશ કાર્યક્રમ નું અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશ વિદેશમાં પ્રખ્યાત કવિ એવા ડો.કુમાર વિશ્વાસ પોતાના કાવ્યનું રસપાન કરાવશે તથા અમિત શર્મા,ચેતન ચર્ચિત, સુમન દુબે, સુદીપ ભોલા અને જાની બજરંગી સહુતના પ્રખ્યાત કવિ શ્રોતાઓને પોતાની કવિતાનું રસપાન કરાવશે તથા મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ સનસીટી ગ્રાઉન્ડ પર સાંજે ૦૮:૦૦ વાગ્યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં પધારવા મોરબીની કાવ્યપ્રેમી જનતાને ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવમાં આવ્યું છે.