હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર પાંચ દિવસ પહેલા ખાનગી ટ્રાવેલ્સ બસ નં. જીજે-૦૫-ઝેડ ૦૭૩૦ અને ટ્રેલર નં. જીજે-૧૨-બીડબલ્યુ-૫૧૦૯ નો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસના ચાલક સહિત અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે દરેક લોકો સારવાર હેઠળ હોય જેમથી બસ ચાલક પ્રદીપભાઈને સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજ્યું હતું જેથી ટ્રાવેલ્સના માલીક ઉપેન્દ્રભાઈ રામાવત દ્વારા ટ્રેલર નં જીજે-૧૨-બીડબલ્યુ-૫૧૦૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
જેથી હળવદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.