મોરબી જિલ્લા માં દેશી દારૂ વેંચતા અને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકો પર પોલિસ સતત કાર્યવાહી કરી રહી છે.
ટંકારાના ઊગમના નાકા પાસે આવેલ દલિતવાસમાં દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા અશ્વિનભાઈ કરશનભાઈ સોલંકી (ઉ.વ.૨૭ રહે. ટંકારા ઊગમના નાકા પાસે રહે.હાલ ધ્રોલ) વાળાને ચાલુ ભઠ્ઠી દરમિયાન દેશી દારૂ ૧૦ લિટર કી. રૂ.૨૦૦, દેશી દારૂ બનાવવાનો ઠન્ડો આથો ૧૬૦ લિટર કી. રૂ.૩૨૦, ગરમ આથો ૨૦ લીટર કિં. રૂ.૪૦ અને અલગ અલગ સાધનો જેની કી. રૂ.૨૨૧૦ મળી કુલ રૂ. ૨૭૧૦ ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડીને હસમુખ ધર્મશીભાઈ વાઘાણી (રહે.નારિયેલી તા ચોટીલા) વાળાને ગરમ આથો ૧૦૦ લીટર, ઠંડો આથો ૪૦૦ લીટર તથા ભઠ્ઠી ના અલગ અલગ સાધનો મળી કુલ કી. રૂ.૧૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઘૂટુ રોડ પરથી બાઇક ચોરાયુ
મોરબીમાં ઘુટુ રોડ પર આવેક મારકો વિલેજ સોસાયટી માંથી ગત તારીખ ૩૧-૦૫ ના રોજ જીજે-એએ-૪૮૯૪ નંબરનું હીરો કંપની નું H.F. ડિલક્ષ જેની કિ રૂ.૩૦,૦૦૦ નું મોટરસાઇકલ ચોરાઇ જતા બાઈકના માલિક લાલદાસ ઘનશ્યામભાઈ વૈષ્ણવ (ઉ.૩૬ રહે.મારકો વિલેજ, ઘુંટુ રોડ મોરબી) વાળા એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.