મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ખોવાયેલા મોબાઈલ શોધવાની સૂચના આપેલ જે અનુસંધાને મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવડીયા ના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટાફે ટેક્નિકલ કામગીરી કરીને એક લાખની કિંમતના અલગ અલગ છ જેટલા ખોવાયેલા મોબાઈલ શોધી કાઢીને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર ને સાર્થક કર્યું હતું.