વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં ભઠ્ઠી પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર છરી વડે હૂમલો કરવામાં આવ્યો હતો .
જેમાં વાંકાનેર માં રહેતા સજીદભાઇ રુસ્તમભાઈ પરમાર(ઉ.વ.૨૨ રહે સિપાઈ શેરી,માતમ ચોક વાંકાનેર)વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓપોતાના મિત્રની સગાઈ હોવાથી ઘર પાસે ક્રુઝ ગાડીમાં બેઠા હોય ત્યારે ત્યાં જ રહેતો આરોપી મોશીન સિકંદરભાઈ શાહમદાર(રહે.કુંભરપરા, વાંકાનેર) વાળાને અગાઉ ના ઝઘડાનો ખાર હોય જેથી આરોપીએ બેફામ ગાળો આપી ફરિયાદી સાજીદભાઇ પર છરી વડે હૂમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.