ગત તા.૧૨/૦૬/ર૦રર ને રવિવાર ના રોજ કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે માનવતાને સમસાર કરે તેવી ઘટના ઘટી હતી જેમાં દશનામ સમાજની ૮ વર્ષની દિકરીનો બળાત્કાર તેની હત્યા કરી ને લાશ ને કોથળામા નાખી ગામના ઝાપાની બાર નાખી દેવાઇ હતી.
બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી તે જ ગામનો રહેવાસી 50 વર્ષનો શામજી ભીમાં સોલંકી છે.જે માછીમારી નો વ્યવાાય કરે છે.હાલ આરોપી શામજી ને પોલીસે ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પરન્તુ આવી ઘટના અવાર-નવાર દરેક સમાજમાં થતી રહે છે. તો આવી ઘટનાઓને અટકાવવા સરકાર દ્વારા આવા આરોપી પર કડક પગલા લેવા જોઇએ અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ માં ચલાવી સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતે નિર્ણય કરી આરોપીને ફાસીની સજા મળી તે રીતે આ આરોપી શામજીને પણ ફાસી સજા થાય તેવી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ મોરબી તરફથી માંગ કરતા મોરબી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.