મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના જુદા જુદા ત્રણ બનાવ નોંધાયા છે.
જેમાં પ્રથમ બનાવમાં મોરબીના મહેન્દ્રનગરગામના પ્લોટ માં રહેતા શીતલબેન મનીષભાઈ વિડજા (ઉ.વ.૩૨) વાળાએ ગઈકાલે સાંજના સમયે અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના થોરાલા ગામ પાસે માઈક્રો કારખાનામાં પપ્પુ ભાઈ ભીલ નો પુત્ર રાહુલ (ઉ.વ.૧૨) વાળાનું કોઈ કારણોસર મૃત્યુ થતા સરકારી હોસ્પીટલ ના ફરજ પરના તબીબ ડો.એ.એલ.કાલરીયા એ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં માળીયા(મી) ના નાની બરાર ગામે રહેતા મહિલા પ્રૌઢ રૈયાબેન કરશનભાઈ ચાવડા છેલ્લા ૧૫ વર્ષ થી માનસિક બીમારીથી પીડાતા હોય જેથી બીમારી થી કંટાળી જઈને નાની બરાર ગામે પોતાના ઘરે એસિડ પી લેતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું જેથી માળીયા(મી) પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.