Tuesday, November 26, 2024
HomeGujaratઆગામી રવિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે

આગામી રવિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે

છેલ્લા કેટલાક સમયથી મોરબી જીલ્લામાં ચોરી લૂંટના બનાવોનો ગ્રાફ હાઈ લેવલ પર પહોંચી ગયો છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી અને મોરબી પોલીસ દ્વારા પણ ચોરી લૂંટ જેવા બનાવો બનતા રોકવા માટે શક્ય તમામ પગલાં ઉઠવાઈ રહ્યા છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોરબી આવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવવા મોરબી જીલ્લાની આગામી તા.૧૯ જૂન રવિવારે મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે આ બાબતે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આગામી રવિવારે તા.૧૯ જુનના રોજ સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી આવવાના છે અને મોરબી જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે બેઠક કરીને મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ચોરી અને લૂંટના બનાવોને અંકુશમાં લેવામાં આવેલ પગલાંની સમીક્ષા કરશે.

- Advertisement -
- Advertisement -

જોકે રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર થયા બાદ ગૃહ મંત્રીની મોરબી જિલ્લાની પ્રથમ અને ટૂંકી મૂલાકાત દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીના કેટલાક એસોસિયેશનને પણ મળી શકે છે એવુ હાલ પ્રાથમિક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી જુદા જુદા વેપારી મંડળ અને આગેવાનોને મળી પણ માહિતી મેળવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!