મોરબીમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે બે શખ્સો ઝડપાયા હતા જેમાં આ હથિયાર આપનાર સહિત ત્રણ અન્ય શખ્સોના નામ ખુલ્યા હતા.
જેમાં મોરબીમાં થોડા દિવસો અગાઉ થયેલ માળીયા(મી) નજીક થયેલ ૬૨.૫૦ લાખની ચોરીનો આરોપી કરણભા રમેશભા ગઢવી (રહે.માલીવાસ સમાવાસ રાપર,જી.ભુજ) વાળાને દેશીબનાવટ ની બે નંગ પિસ્તોલ અને આઠ જીવતા કાર્ટૂસ મળી કુલ રૂ.૨૦,૦૦૦ ના.મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે તેની પૂછપરછ માં અન્ય બે આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ તોમર (હાલ રહે.રાપર મુ .ગોપીગામ તા.અંબાહ જી મુરૈના મધ્યપ્રદેશ) અને રવિન્દ્ર ઉર્ફે દિપુ ટૂંડેસિંગ તોમર (રહે.ગોપીગામ મધ્યપ્રદેશ) વાળાના નામ ખુલતા તેમને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
જ્યારે મોરબી ના પીપળીયા ચાર રસ્તા પાસેથી ઇમરાન ઉર્ફે અબ્દુલ ભૂરાભાઇ રાઉમા(ઉ.વ.૨૩ ધંધો ખેતી રહે.લાકડીયા કટારીયા રોડ દરજીવાસ તા ભચાઉ કચ્છ) વાળા ને અટકાવી ને તલાશી લેતા તેની પાસેથી એક દેશી પિસ્તોલ મળી આવી હતી જેથી તેને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરતાં આ હથીયાર આપનાર અન્ય હનીફ જુસબ ભારમ (રહે.લાકડીયા નદી પાસે તા ભચાઉ ) અને સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંહ તોમર (રહે.હાલ રાપર મુ. રહે.મધ્યપ્રદેશ) વાળાના નામ ખુલતા તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.