Wednesday, January 15, 2025
HomeGujaratગર્વ છે મોરબી પોલીસ : મોરબીનાં ઉંચી માંડલ નજીક થેયલ લૂંટના બે...

ગર્વ છે મોરબી પોલીસ : મોરબીનાં ઉંચી માંડલ નજીક થેયલ લૂંટના બે આરોપી પૈકી એકને તાલુકા પોલીસે પકડી પાડ્યો

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે થયેલ લૂંટને અંજામ આપનાર બે માંથી એક આરોપીને ગણતરીની કલાકોમાં મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યો છે તો બીજા ની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગતવાર માહિતી જોવા જઈએ તો મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આજે સાંજના સુમારે મોબાઇલની દુકાન ધરાવતા મોંટુભાઈ ચુનીલાલ કલરીયાને દુકાનમાં મોબાઈલમાં ગ્લાસ નાખવાનું બહાનું કરી બન્દુક દેખાડી રૂ.૨૫૦૦૦ ની બે અજાણ્યા શખ્સો લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા જે બાદ એએસપી અતુલ બંસલ, મોરબી તાલુકા પોલીસ પીઆઇ વિરલ પટેલ, મોરબી એલસીબી પીએસઆઇ એન એચ ચુડાસમા, મોરબી એસઓજી જે એમ આલ સહિતનો કાફલો ઘટનાંસ્થળે દોડી ગયો હતો જે દરમિયાન ગણતરીની કલાકો માં ઊંચી માંડલ ગામ નજીક એક ખેતરમાંથી મૂળ મધ્યપ્રદેશ ના નિમચ ગામના વતની અરુણ ચંદ્રકાન્ત ચંદેલ (ઉ.વ.૨૩)નામના એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય બીજો આરોપી ઝાડી જંખરમાં છુપાયેલો હોવાની શક્યતા હોવાથી તેની  ડોગ સ્કવોડ સહિતની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે બન્ને આરોપીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ ભોગ બનનારે જણાવ્યું હતું પરંતુ આ બતાવેલ પીસ્ટલ એરગન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે ખરેખર ફાયરિંગ થયું છે કે પછી એરગનથી દુકાન માલિકને ડરાવવાનો પ્રયાસ કરાયો છે એ તપાસનો વિષય છે હાલ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી ડોગ સ્કોડની ટીમને બોલાવી આગળની તપાસ હાથ ધરી છે.

જો કે આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પ્રથમ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ, એસઓજી પીઆઇ જે એમ આલ, પીએસઆઇ એન એચ ચુડાસમા, એએસપી અતુલ બંસલ સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાબીલેદાદ કામગીરી કરી ગણતરી ના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પ્રશંસનિય કામગીરી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!