મોરબીના રવાપર પાસે આવેલ બાંધકામ સાઇટ પર બે દિવસ પહેલા દારૂ પીવાની ના પાડ્યા બાદ અને પોલીસને બોલાવવાના મુદ્દે મારમારી થઈ હતી. આ બનાવમાં એક પક્ષે અગાઉ ફરિયાદ નોંધાવ્યા બાદ સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. એ ડિવિજન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લખધીરવાસ ચોકમાં આવેલ ઝવેરી શેરીમાં રહેતા જયરાજભાઇ વિજયભાઇ પંડીત (ઉ.વ.૨૨) એ આરોપી કરણભાઇ લલીતભાઇ કાસુન્દ્રા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૯ ના રોજ ફરીયાદીના મિત્ર જય કોટક સાથે આરોપીએ બે દીવસ પહેલા બોલાચાલી કરી હતી અને ફરીયાદીના મિત્ર જય કોટકએ ફરીયાદીને ફોન કરી વાત કરાવી હતી. જેથી, આરોપીને ફરીયાદીએ કહેલ મને ફોનમા કેમ ગાળો દીધી, તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી રવાપર પાસે બાંધકામ સાઇટ ચાલુ હોય ત્યા જઇ લાકડાનો ધોકો લાવી ફરીયાદીને જમણા હાથમા પોચાના ભાગે સામાન્ય ફેકચર જેવી ઇજા કરી હતી તેમજ સાહેદ ફરીયાદીને છોડાવવા જતા સાહેદને પણ માથાના પાછળના ભાગે ઇજા કરી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.