મોરબીમાં ખાલી કન્ટેનર ની ચોરી કરી અને અલગ અલગ ટુકડા કરી ભંગરમાં ખપાવી વેચી દેવાના કૌભાંડને અંજામ આપતી ગેંગ ને મોરબી એલસીબીએ ૧૩.૮૨ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી છે.
જેમાં મોરબી એલસીબી ને બાતમી મળી હતી કે મોરબી ના અમરેલી રોડ પર આવેલ મહાકાળી માતાજીની ડેરી પાસે બાવળની કાંટમાં ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા ઈસમો દ્વારા બહારથી કન્ટેનરો લાવી અને કટિંગ કઈ અલગ અલગ ભાગ કરીને ભંગરમાં ખપાવી તેને વેંચી દેવાની પેરવી કરી રહ્યા છે જેથી મોરબી એલસીબી દ્વારા ઉપરોક્ત સ્થળે દરોડો પાડીને ચાર શખ્સો રવિ વિનોદ પંસારા (ઉ.વ.૨૭ રહે.વિશિપરા મેઈન રોડ મોરબી), નકુલ કરશનભાઈ મંદરિયા (ઉ.વ.૨૪ રહે.ભીમસર વેજીટેબલ રોડ મોરબી), મહેન્દ્ર ભરતભાઈ સોલંકી (ઉ.વ.૨૩ રહે.શોભેશ્વર રોડ મોરબી) અને ફિરોજ રહીમભાઈ મમાણી (ઉ.વ.૨૦ રહે.ખાટકીવાસ સુરેન્દ્રનગર) વાળાને કેન્કોર કંપનીના કન્ટેનર નંગ ૪ જેની કી.રૂ.૧૦,૦૦,૦૦૦ કન્ટેનર કાપેલ ભંગાર ૮૩૭૦ કિલો જેની કી. રૂ.૨,૯૨,૯૫૦ ગેસના સિલિન્ડર ૨૪ કી. રૂ.૬૯૦૦૦, ગેસ કટર ગન ૩ કી. રૂ.૬૦૦૦ અને રૂ.૧૫૦૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ.મળી કુલ રૂ.૧૩,૮૨,૯૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી મોરબી એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી, એન એચ ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલસીબી અને પેરોલ ફર્લો તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ નો સ્ટાફ જોડાયો હતો.