મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિજબીલના સરચાર્જમાં ભાવ વધારો,બેરોજગારી અને અગ્નિપથ યોજના મુદ્દે વિરોધ દર્શાવી નારેબાજી કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેકટર કચેરી ખાતે અગ્નિપથ યોજના સહિતના વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરીને કલેકટર કચેરીને આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં મોરબી કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પાછલા બારણે વીજળીના સરચાર્જ માં વધારો કરી વીજ ગ્રાહકો પર બોજો વધાર્યો છે જે પાછો ખેંચવામાં આવે અને સરકારની ખોટી નીતિઓ થી દેશમાં આર્થિક મંદી નો માહોલ થઇ રહ્યો છે અને અનેક લોકો બેરોજગાર થઇ રહયા છે જે બાદમાં આત્મહત્યા કરવા પ્રેરાઈ રહ્યા છે અને વધુમાં દેશની સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના જાહેર કરવામાં આવી છે તેનાથી અનેક યુવાનોના સપના તૂટી રહ્યા છે અને આ યોજના પણ તુરંત રદ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી હતી.