આજે ગુજરાત પોલીસનો 21 મો પોલીસ સ્મૃતિ દિવસ છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગર ખાતે પોલીસ સંભારણા દિન – પરેડ યોજી અને દેશની રક્ષા માટે શહીદ થયેલ વીર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી અને સ્મૃતિ દિવસ ઉજવ્યો હતો ઉલ્લેખનીય છે કેં પોલીસ એક એવું ફિલ્ડ છે
જ્યાં દેશમાં રહેલા જ દેશના દુશ્મનને પાઠ ભણાવી અને કાયદાકીય માળખું જાળવી તેને સુધારવાનો હોય છે ત્યારે ગુજરાત માં અનેક પોલીસકર્મીઓ પોતાની આ નિષ્ઠાપૂર્વક ફરજ દરમ્યાન શહીદ પણ થઈ ગયા છે ત્યારે આજે તેઓને યાદ કરી વીર પોલીસ જવાનોને સલામી આપી શ્રદ્ધાંજલી આપવામાં આવે છે આ સમયે મોરબી મિરર પણ આ રીતે શહીદ થયેલા તમામ પોલીસકર્મીઓ અને તેઓના પરિવારને સલામ કરે છે સાથે જ લોકોને પણ પોલીસ પ્રજાનો મિત્ર જ હોય છે
જો તેમને કેળવતાં આવડે તો,માટે લોકો હમેશા કોઈ પોલીસકર્મી કે તેનો પરિવાર હેરાન થતો હોય તો તેઓને શક્ય એટલી મદદ કરવી એ મદદ જ તમારી આવતીકાલ નું ભવિષ્ય છે કેમ કે ગમે ત્યાં ગમે તે બનાવ બને સૌથી પહેલા લોકો પોલીસને યાદ કરે છે અને આ માટે જ પોલીસ પણ ભગવાનથી કમ નથી ત્યારે આજે 21 માં પોલીસ સ્મૃતિ દિવસ પર તમામ પોલીસકર્મી પણ સાચા લોકોને મદદ કરે એ તેની ફરજ છે જે જાળવી રાખે અને ગુજરાત પોલીસની આન બાન શાનની જ્વાળા લોકોમાં પ્રગટાવી રાખે એ જરૂરી છે.