Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબી તાલુકાનાં મોડપર ગામે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો :...

મોરબી તાલુકાનાં મોડપર ગામે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હુમલો : ફરીયાદ નોંધાઈ

મોરબીના મોડપર ગામ પાસે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં એક શખ્સે યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના કુંતાસી (રાજપર) ગામે રહેતા હરેશભાઈ ગોવાભાઈ બાબરીયા (ઉ.વ-૧૮)એ તે જ ગામના શખ્સ અજયભાઈ ધનજીભાઈ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૦ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે યુવાન મોડપર ગામના પાટીયાથી થોડે દુર આવેલ સિધ્ધેશ્વર મહાદેવના મંદીર પાસે હતો ત્યારે આરોપીએ ફરીયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાનુ મન:દુખ રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તથા ફરીયાદીના ડાબા હાથમા લાકડી મારી ફેકચર જેવી ગંભીર ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!