મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
જેમાં મોરબીમા પણ દરવર્ષે અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન થાય છે જેમાં આજુ બાજુના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે જેથી આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ જાતની સમસ્યા ઉભી ન થાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતા માં અને ડીવાયએસપી એમ આઈ પઠાણ, મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ પી પંડ્યા તથા એસઓજી પીઆઇ જે એમ આલ ની ઉપસ્થિતિ માં હિન્દૂ અને મુસ્લીમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેહક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં બન્ને સમાજના આગેવાનો દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સાંપન્ન થાય તે માટે એક બીજાને પૂરતો સહયોગ આપવાનુ વચન આપવામાં આવ્યું હતું.
બાદમાં આ રથયાત્રા માં કોઈ પણ જાતની ટ્રાફિક સમસ્યા ન સર્જાઈ તે માટે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી એમ આઈ પઠાણ, એસઓજી, એ ડિવિઝન પોલીસ દ્વારા રથયાત્રાના રૂટનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.